About Us

ગડારા પરિવાર ની ઉત્પતિ નો ઇતિહાસ

ગડારા પરિવાર ની ઉત્પતિ નો ઇતિહાસ

શ્રી ઉમિયામાતાયે નમઃ     |     શ્રી ગણેશાય નમઃ     |     શ્રી બહુચરાજીમાતાયે નમઃ

નમામિ ત્વાં ઉમાદેવી મહાભય વિનાશિનીમ્ |

મહાદુર્ગ પ્રશમની મહાકારૂણ્ય રૂપિણીમ્ ||

ઈસવીસન ના બીજા સૈકામા વૃજપાલજીની છત્રછાયામાં ગુજરાતમાં ઉમાંપુર પટટનમ(ઉમાનગર) આજનું ઉંઝાઆવી ત્યાં વસવાટ કર્યો ને નગર વસાવ્યું વિક્રમ સંવત ૨૧૨ માં પોતાની ઈસ્ટમાતા ઉમિયાજીનું મંદિર બંધાવ્યુ માતા ઉમિયાજીની કૃપાથી ઉમાનગર સ્થિર થઈ ઉન્નતિ ના શિખરો સર કર્યા ઘણા વર્ષો ઉમાનગર રહ્યા ત્યાંથી વિક્રમ સંવત ૭૨૨ માં મણવર પરિવારને પાટીની વેચાણ કરતા. વઢવાડ થઈ અને ભાઈઓ સાથે મનદુઃખ થતાં ઉમાનગરનો ત્યાગ કરી સમજૂતીથી મણવર પરિવાર ઉમાનગરથી નીકળી વિઠલાપર ગામે આવીને વસવાટ કર્યો એક ભાઈ કલોલ રહ્યો તે કાળેકરીને મણવર માંથી દેશાઈપણું કર્યું ત્યારથી તે દેશાઈ કેવાણો.

Image

મણવર પરિવાર ગામ વિઠલાપર વસીને ઠરીઠામ થયો ઘરથાળ કરાવ્યા ખેતીવાડી આબાદ કરી પોતાનું સ્થાન સ્થિર કરી પટેલ નું બિરુદ મેળવ્યું. પટેલ ની પાઘડી બાંધી પાટણના રાજાના દિલમાં સ્થાન મેળવ્યું. પાટણના ધણીની મહેરબાની રહેમ નજરથી ઉત્તરોત્તર પ્રગતિ કરી. રાજમા મણવર પરિવારના માનપાન વધવા લાગ્યા. મણવર કુળ સાહસિક બહાદુર નીડર નિર્ભય હતા. મણવર પરિવારના માનપાન વધવાથી રાજના કામેરા ને પટેલોની ઈર્ષા થવા લાગી. કામેરો અવાર નવાર મણવર પટેલોની વિરોધમાં રાજાને કાન ભંભેરણી કરવા લાગ્યો. સાહસિક અને નીડર મણવર પટેલોએ હિંમત અને બહાદુરી પૂર્વક, અસત્યનો સામનો કર્યો. છેવટે કામેરાને મારીને વિક્રમ સવંત ૧૧૭૨ વિઠ્ઠલા પરથી ગામ કઠલાલ વસિયા, એક ભાઈ પાચોર વસિયા તે મણવર પરિવાર માથી પાચોટીયા કહેવાણો. ગામ કઠલાલમાં આશરે ૨૦૦ વર્ષ રહ્યા અને કઠલાલમાં પણ મણવરપટેલો નું શોષણ અને અત્યાચાર થવા લાગ્યો. ત્યારે સાહસિક અને નીડર મણવર પટેલોએ આ અત્યાચાર અને શોષણ સામે બંડ પોકારી હિંમતપૂર્વક સામનો કર્યો. અને પોતાના સાણપણ અને સમજણથી કઠલાલથી નીકળી ઝાલાવાડમાં ગામ મેથાણ વસવાટ કર્યો. જ્યારે આવા બહાદુર મહેનતુ સાહસિક અને હિંમતવાળા પટેલ ગામ છોડી જતા રહ્યા ત્યારે રાજના ડાહ્યા માણસો મણવર પટેલો ને મનાવવા કઠલાલ થી મેથાણ આવ્યા પટેલોને અભયવચન આપ્યુ અને માનમણુ કર્યું ત્યારે એક ભાઈનું કુટુંબ તેમનું માન રાખીને મેથાણ થી પાછા કઠલાલ ગયા અને બે ભાઇનું કુટુંબગામ મેથાણ રહ્યા મણવર પરિવાર ગામ મેથાણ માં વસવાટ કરી રહેવા લાગ્યા અને ઠરીઠામ થયા પણ ઝાલાવાડની ધરતીમાં પટેલોને ફાવટ આવી નહીં એવામાં મોરબી જવાનું થયું ત્યારે જાડેજા મુળુજી ને મળીને પોતાના મનનીવાત કરી ત્યારે જાડેજા મુળુજીએ પોતાની તત્પરતા બતાવી અને બાહેધરી આપી ત્યારે ગામ મેથાણથી મણવર પટેલો ઊંચકીને મોરબીની પાઘડી બાંધી મોરબી તળે ગામવાવડી વસ્યા. જાડેજા મુળુજી વાર માં તેની આગેવાની હેઠળ વાવડી માં વસ્યા પછી દરબાર મુળુજીર્એ ઘણા જ માનપાન આપી પટેલ ની પાઘડી હરધોળજી બંધાવી જમીન ઘરથાળ આપ્યા. અને ઘણું જ માન આપી પટેલોને સંતોષ પમાડીયા ઘણાજ વર્ષો વાવડી રહીને ઉતરોતર પ્રગતિ કરી.

જામનગરના ફટાયા જાડેજા હરધોળજી એ ઘવળ ચાવડાને મારીને તેને સત્તા પરથી ઊથલાવી ને પોતાની હકૂમત કાયમ કરી ને પોતાના નામે ધ્રોલ વસાવિયું ત્યારે ધ્રોલ ઠાકોર જાડેજા હરધોળજી મણવર પટેલો ની સાહસીક્વૃતી, નીડરતા અને બહાદુરી થી વાકેફ હતા ત્યારે દીર્ઘદ્રષ્ટા હરધોળજી મણવર પટેલોને પોતાના રાજમાં આવવા આમંત્રણ આપ્યું ત્યારે મણવર પટેલોએ મસલત કરી બુદ્ધિ અને કુનેહપૂર્વક ઠાકોર હરધોળજી નું આમંત્રણ સ્વીકાર કયુ અને મોરબી તાબે વાવડી થી ધ્રોલ ના વાગુદડ ગામમાં વસવાટ કર્યો અને ધ્રોલ ઠાકોર સાહેબ હરધોળજી ના રાજ ની પાઘડી બાંધી હરધોળજી એ પાઘડી બંધાવી સોનાના મૂઠવાળી કટાર આપી પટેલોની પાઘડી બંધાવી અને પટેલ પરિવારના સુખરૂપ વાગુદડ રહેવા લાગ્યા ત્યારે રુપા પટેલ વાવડીમાં જે બીજા પટેલોના કુટુંબ હતા તેમાં તેમના વેવાઈએ નવું ગાડું કરાવેલું હતું એવામાં રૂપા પટેલ ગામ વાવડી ગયેલા ત્યારે રૂપા પટેલ પોતાના વેવાઈ પાસે ગાડા ની માગણી કરી. ત્યારે વેવાઈ હતા તે ગલાતલા કરવા લાગ્યા અને બાના કાઢવા લાગ્યા કે ગાડું તો મારા મામા લઈ ગયા છે આવે ત્યારે આપીશ એવા મા રૂપા પટેલ વાડામાં પેશાબ કરવા ગયા ત્યારે કડબના ભર પાછળ નવું ગાડું જોયું અને પોતાના વેવાઈ ની વાત સમજી ગયા ત્યાંથી રજા લઈને વાગુદડ આવ્યા રાત પડી વાળુ કરી રૂપા પટેલ ખાટલામાં સુતા પણ રૂપા પટેલ ને નીંદર આવી નહીં નજર સમક્ષ ગાડું દેખાવા લાગ્યું ત્યારે રૂપા પટેલ હોકો ભરીને વાગુદડ થી ચાલતા થયા અને રાતે વાવડી વેવાઈના વાડામાં ગાડું હતું તે ગાડા બંને પૈડા જુદા કરી બંને પૈડા બંને હાથ માં ભેળવી માથે ગાડું ઉપાડી લીધું ચિલ્લા પડવા દીધા નહીં માથે ગાડું અને હાથમાં પૈડા ઉપાડી હોકો પીતા પીતા રૂપા પટેલ વાવડી થી વાગુદડ આવવા રાત આખી સારી સવારે ગાડું કૂવા માં નાખી દીધું સવારે વેવાઈ ને ગાડું ચોરાયા ની જાણ થઈ ત્યારે દરબારને ફરિયાદ કરી ઘણી જ તપાસ કરતાં કૂવામાંથી ગાડું મળી આવ્યું ત્યારે કૂવામાંથી ગાડું કાઢવા લાગ્યા પણ કૂવામાંથી ગાડુ નીકળતો નહોતો ત્યારે દરબારે પોતાની કોઠા સુજ વાપરી બડુકા રૂપા પટેલ ને વાગુદડ થી તેડાવી પોતાના અસીમ બળ અને તાકાત વડે ગાડું કૂવા માંથી કાઢી નાખ્યું ત્યારે દરબાર રૂપા પટેલ ની તાકાત અને સમર્થ થી પ્રસન્ન થઈ અને રૂપા પટેલ ની પીઠ થાબડી પટેલ ને કાનમાં ધીમેથી પૂછ્યું પટેલ ગાડું કૂવામાં કોણે નાખ્યું હતું ત્યારે રૂપા પટેલ વેવાઈની વાત કરી મને વેવાઈએ ગાડું આપવાની ના પાડી હતી પછી કૂવામાં નો નાખું ત્યારે ? દરબારે રૂપા પટેલની નિખાલસતા જોઈ રૂપા પટેલ ની પીઠ થાબડી તેમની બહાદુરીની કદર કરી શિરપાવ કર્યો રૂપા પટેલ ગાડું ઉપાડી લાવ્યા ત્યારથી મણવર પરિવાર વિક્રમ સવંત ૧૭૪૩માં ગાડારા તરીકે ઓળખાવા લાગ્યા અને કાળક્રમે કરીને મણવર માંથી ગાઙારા અટક થય અને ગાડારા માંથી અપભ્રશ શબ્દ થતાં ગડારા તરીકે ઓળખાવા લાગ્યા અને ગડારા અટક થઇ .

ગડારા પરિવારમાં જન્મેલા પાંચાપટેલ (પાંચાબાપા)નાનપણથી જ કર્મનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ હતા. પોતાના કુળ ના સંસ્કારો સાહસિકતા અને નીડર પણું અને બહાદુરી ના ગુણ પાંચાબાપામાં સોળે કળાએ ખીલે લા હતા ખેતીકામ કરી ગુજરાન ચલાવતા પાંચાબાપા ઈશ્વર પરાયણ અને દરબારોના માનીતા હતા.

એવામાં વિક્રમ સવંત ૧૭૯૨ માં વાગુદડમાં બહારવટિયા નું ધાડું આવ્યું ગામની ગાયોનું ધણ વાળિયું ગામમાં રીડીયા થવા માંડ્યા ગામમાંથી નાનો-મોટો સવ હથિયાર લઇ બહારવટિયા નો સામનો કરવા નીકળી પડ્યા ત્યારે ગામની નજીકમાં ખેતરે પાંચાબાપા ચણાના ખેતરે બેઠા-બેઠા હુક્કો પીતા હતા. તેમણે ગામમાં થતો ગોકીરો સાંભળ્યો ત્યારે પાંચાબાપા એ વિચાર કર્યો કે ગામમાં કાંઈક અઘટિત બની ગયેલું છે. ત્યારે ખેતરે થી પાંચાપટેલ પોતાની ઘોડી ની રાંગ વાળી મારતે ઘોડે ઘરે આવ્યા અને બહારવટિયાની ખબર સાંભળી પાંચાબાપાના કુળના સંસ્કારો સાંભળી આવ્યા અને પાછા બાપાના છત્રીશ કરોડ રુવાટા બેઠા થઇ ગયા અને ધગેલત્રાંબા વરણી આખું થઈ ગઈ પાંચાપટેલને દરબારે શીરપાવ માં આપેલી તલવાર ઘોડી લઈને બારવટીયા સામે ધીંગાણે ચડ્યા બારવટીયા ને જોઈ પાંચાબાપાને શુંરાતન ચડ્યું અને પાંચાબાપા વીરતાપૂર્વક બારવટીયા સામે ધીંગાણું કર્યું પાંચાબાપાની હિંમત અને વીરતા જોઇને બારવટીયા એ પારોઠના પગલાં ભરી પાંચાબાપા બારવટીયા ને વાગુદડના સીમાડા બહાર મૂકી આવ્યા અને વિજય મેળવી પાંચાબાપા પાછા આવ્યા ત્યારે ધીંગાણામાં પાંચાબાપાને અનેક ઘાવ થયેલા વાગુદડના પાદર માં આવતાં પાંચાબાપા બેશુદ્ધ બની ઘોડી માથે થી ઢળી પડ્યા

પોતાના પ્રાણના ભોગે પોતાના કુળની આન બાન શાન જાળવી ગડારા કુળની કીર્તિ અવિચળ રાખી. તેવા વીરપુરુષ પાંચાબાપાની ખાંભી પાડ્યો વાગુદડ થી ઉત્તર દિશા માં લતીપર ના માર્ગે જાતા ડાબા હાથ માથે શિવની ડેરીની ઉગમણી દિશાએ ગડારા કુળની કીર્તિ કહેતો આજ પણ વિધ્યમાન છે સમગ્ર ગડારાપરિવાર આજ પણ બાપાના સ્થાનકે આવી મસ્તક નમાવે છે આવુ સાહસિક અને બહાદુર ગડારાપરિવાર આજ પણ વાગુદડમાં વસવાટ કરે છે વાગુદડ થી એક ભાઈનો પરિવાર ધ્રાંગડા ગામ વસીયા તથા આજુબાજુના અનેક ગામોમાં ગડારા પરિવાર વસે છે (મોરાર સાહેબ ના ખંભાલીડા, વાઘપર, ખારવા, નથુવડલા, વાકિયા, આમરણ, જબલપુર, હડાળા, રોજીયા, સોયલ વગેરે ગામોમાં વસે છે.

ઇતિશ્રી,
બારોટજી ના ચોપડે થી,
બારોટ મણિલાલ ગોપાલજી,
ઠે. ભાટવાડો હિંગળાજ મંદિર પાસે,
તા. સિધ્ધપુર જિ. પાટણ.

આભાર |- આ માહિતી પુસ્તિકા ઘણી મહેનત ને તૈયાર થતી હોય છે એમાં ભૂલો કાઢવી બહુ સરળ હોય છે પણ માહિતી સંકલિત કરવી બહુ અઘરી હોય છે આ ભગીરથ કાર્ય સફળ બનાવવામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે પુરુષાર્થ અને પરિશ્રમ કરનાર તેમજ પ્રોત્સાહિત કરનાર આદરણીય સભ્યો તથા જાહેર ખબર આપનાર શુભેચ્છકોનો અંતઃકરણપૂર્વક આભાર.

ક્ષમાપાન |- ગડારા પરિવાર ના સભ્યોની તેમજ અન્ય માહિતી મેળવવા માટે અંતઃકરણ પૂર્વક પ્રયત્નો કર્યા હોવા છતાં આ બુકમાં કોઈપણ ક્ષતિ રહી જવા પામી હોય તે માહિતી ક્ષતિયુક્ત હોય તો વિશાળ હૃદય ક્ષમાઅર્ચવા વિનંતી

 

જય ઉમિયાજી